પ્રસંગો અને સમારંભો

૧૧ ડિસેમ્બર૦૦૪

જ્યારે આ પ્રતિષ્ઠાનનો પહેલો વિચાર ઉદ્‌ભવ્યો.

સ્થળ - તેજપાલ ઓડીટોરીયમ, મુંબઈ

વિશેષ ઉપસ્થિતિ - પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા, ગુજરાતી સાહિત્ય પરિષદના તત્કાલીન પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તત્કાલીન મેનેજીંગ ડિરેક્ટર શ્રી અનિલભાઈ અંબાણી, ' દિવ્યભાસ્કર' દૈનિકના તંત્રી શ્રી શ્રવણકુમાર ગર્ગ, મરાઠી દૈનિક 'લોકસત્તા' ના તંત્રી શ્રી કુમાર કેતકર અને શ્રી દિનકર જોષી.


૧૨ માર્ચ ૨૦૦૬

શ્રી જ્યોતીન્દ્ર દવેનું ‘हास्यं शरणं गच्छामि (સંકલન), શ્રી કિસનસિંહ ચાવડાનું ‘अमावस्या के तारे’ (બન્ને હિંદીમાં) તથા શ્રી વજુ કોટકનું ‘Flowers of Dawn’ (અંગ્રેજી) નો લોકાર્પણ સમારંભ. આ સમારંભ ટાણે યોજાયેલા પુસ્તક મેળામાં પ્રત્યેક ખરીદી ઉપર 40% વળતર આપવામાં આવ્યું હતું.

સ્થળ - બાલાશ્રમ સભાખંડ, કાંદિવલી

લોકાર્પણ- શ્રી સુરેશ દલાલ,

આશીર્વચન - પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ગુજરાતી રચનાઓનો સંગીતમય કાર્યક્રમ - પાર્થિવ ગોહિલ


૮ ઓક્ટોબર ૨૦૦૬

પ્રતિષ્ઠાનની વહીવટી કચેરીનું ગીતા નિવાસ, લક્ષ્મીનારાયણ મંદિર સામે, ઓફ્ફ મથુરાદાસ રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ ખાતે ઉદ્‌ઘાટન થયું. ઉપસ્થિત સાહિત્યરસિકો અને મર્મજ્ઞો વચ્ચે પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝાએ આર્શીવચન આપ્યા.


૧૬ માર્ચ ૨૦૦૭

શ્રી ચુનીલાલ મડિયાનું मडिया की श्रेष्ठ कहनियाँ ', શ્રી હરકિસન મહેતાનું 'संसारी साधु' , શ્રી દિલીપ રાણપુરાનું 'सूखे पेड का हरा पत्ता' (ત્રણેય હિંદીમાં) નો લોકાર્પણ સમારંભ.

સ્થળ - બાલાશ્રમ સભાખંડ, કાંદિવલી

આશીર્વચન અને લોકાર્પણ - પૂ. મોરારિબાપુ

વિશેષ ઉપસ્થિતિ - શ્રી ડુંગરશીભાઈ ગાલા (નવનીત પબ્લિકેશન્સ)


૧૮ ફેબ્રુઆરી ૨૦૦૮

શ્રી કાકાસાહેબ કાલેલકરનું 'समय - चिंतन' , શ્રી કરસનદાસ માણેકનું 'श्रीमद् भागवत कथा रहस्य' , ડો. રમેશ જાનીનું 'मेरी धरती मेरा आकश ' ( ત્રણેય હિંદીમાં) નો લોકાર્પણ સમારંભ. આ સમારંભ ટાણે યોજાયેલા પુસ્તક મેળામાં પ્રત્યેક ખરીદી ઉપર ૪૦% વળતર આપવામાં આવ્યું હતું. 

સ્થળ - બાલાશ્રમ સભાખંડ, કાંદિવલી

આશીર્વચન અને લોકાર્પણ - પૂ. મોરારિબાપુ

વિશેષ ઉપસ્થિતિ - શ્રી બળવંતભાઈ શેઠ


૧ માર્ચ ૨૦૦૯

મહાભારત ગ્રંથ સંપુટના પાંચ ગ્રંથો તથા શ્રી હરીન્દ્ર દવેનું 'शोध प्रतिशोध' , શ્રી શાહબુદ્દીન રાઠોડનું 'दर्पण झूठ न बोले' (સંકલન) (બન્ને હિંદીમાં), શ્રી રતિલાલ બોરીસાગરનું ‘Enjoygraphy’, શ્રી રજનીકુમાર પંડ્યાનું ‘Intimate Impressions’(બન્ને અંગ્રેજીમાં), શ્રી દિનકર જોષી અને શ્રી યોગેશ પટેલનું 'भारतीय संस्कृतिचे सर्जक' (મરાઠીમાં), શ્રી દિનકર જોષીના 'અમૃતયાત્રા' અને ‘મહાત્મુનિ કી ગાંધી કી મધ્ય’ (‘પ્રકાશનો પડછાયો’)(બન્ને તેલુગુમાં)નો લોકાપર્ણ સમારંભ

સ્થળ - મ્યુનિસિપલ મેદાન, કાંદિવલી

આર્શીવચન અને લોકાર્પણ - પૂ. મોરારિબાપુ તથા પૂ. શ્રી રમેશભાઈ ઓઝા.


૪ ફેબ્રુઆરી ૨૦૧૦

શ્રી ગોર્વધનરામ માધવરામ ત્રિપાઠીનું 'सरस्वतीचन्द्र' , શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનું 'दबी हुई आग' , શ્રી હિંમતભાઈ મહેતાનું 'चक्रवर्ती संन्यासी सरदार पटेल' ,(ત્રણે હિંદીમાં) તથા શ્રી દિનકર જોષીનું ‘ઓળીઈન નીળળ’(પ્રકાશનો પડછાયો) (તમિલમાં)નો લોકાર્પણ સમારંભ.

સ્થળ - વિશ્વ પુસ્તક મેળો, પ્રગતિ મેદાન, નવી દિલ્હી.

વિશેષ ઉપસ્થિતિ - શ્રી ઓમ થાનવી, તંત્રી હિંદી દૈનિક 'જનસત્તા' , શ્રી રવીન્દ્ર ત્રિપાઠી, હિન્દી સાહિત્યકાર તથા સીનીયર પ્રોડ્યુસર ‘સ્ટાર ન્યુઝ’.


 

૪ જૂન ૨૦૧૧

શ્રી ભગવતીકુમાર શર્માનું પુસ્તક ’સ્પંદન’ (હિન્દી), શ્રી પ્રદીપ પંડ્યાનું ’હોસ્પિટલ’ (મરાઠી), ડો. કેશુભાઈ દેસાઈનું ’વાળવી’ (મરાઠી), શ્રી દિનકર જોષીનું પુસ્તક ’અર્જુનવિષાદયોગમ’ (મલયાલમ) તથા ગુજરાતી સાહિત્ય વિશેષાંક ’શબ્દયોગ’નો લોકર્પણ સમારંભ.

સ્થળ - હોટેલ જલસાગર, વડોદરા

વિશેષ ઉપસ્થિતિ- સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી, મહારાજા રણજીતસિંહ ગાયકવાડ


Last Updated (Monday, 12 March 2012 17:26)