પ્રકાશન વર્ષ - ૨૦૦૮

ભારતીય સંસ્કૃતિચે સર્જક

દિનકર જોષી - યોગેશ પટેલ

આ પુસ્તક આ પૂર્વે ગુજરાતી ઉપરાંત હિંદી તથા અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. કેદારનાથથી રામેશ્વર સુધી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી, સેંકડો માઈલોના વિસ્તારમાં જે ભૂખંડ પથરાયેલો છે એમાં આપણું હોવું એ જ એક રોમાંચક ઘટના છે. પરિચયને સંબંધ છે ત્યાં સુધી, નામ, સરનામું ગમે તે હોય પણ આ ભૂખંડમાં હોવું એ જ હજારો વરસના સમગ્રનો સરવાળો છે. આ પુસ્તકમાં દેવર્ષિ નારદ, યાજ્ઞવલ્ક્ય, પતંજલિ, ચાર્વાક, વેદવ્યાસ, શ્રીકૃષ્ણ, બુધ્ધ, મહાવીર, હેમચંદ્રાચાર્ય આદિ ભારતીય સંસ્કૃતિના સર્જકો કહી શકાય એવા ૩૯ વ્યક્તિત્વોના જીવન અને દર્શનનો પરિચય કરાવ્યો છે. પુસ્તકના બીજા ભાગમાં ભારતીય સંસ્કૃતિ, એના પ્રતીકો, વૈદિક સાહિત્ય આદિને પણ અત્યંત સરળતાથી સમજાવવામં આવ્યા છે.

અનુવાદક - અનઘા પ્રભુદેસાઈ  

પ્રકાશક - મેજેસ્ટીક પ્રકાશન, મુંબઈ

પ્રકાશન વર્ષ - ૨૦૧

ધ હોસ્પિટલ -

ડો. પ્રદીપ પંડ્યા


તબીબી વ્યવસાયના રહસ્યોને પ્રગટ કરતી, ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની કદાચ આ પહેલી નવલકથા છે.તબીબી વ્યવસાયનો પ્રત્યક્ષ સંબંધ માણસની જીંદગી સાથે છે અને એટલે એનું ધર્મ આધારિત મૂલ્ય ઊંચું છે. દુર્ભાગ્યે, આજે એવું બન્યું છે કે આ વિભાવના વિકૃત થઈ ગઈ છે અને જેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ માણસની જીંદગીને પોતાના વ્યવસાયની કાચી સામગ્રી માને છે અને ધનોપાર્જનને જ સફળતા ગણે છે. આ નવલકથા જે પડદો ઉંચકે છે એનાથી આપણી આંખ ખૂલી જાય છે.


અનુવાદક - ચંદ્રશેખર સંત

પ્રકાશક - ડાયમંડ પબ્લિકેશન્સ, પુણે

 

વાળવી -

ડો. કેશુભાઈ દેસાઈ


આજે વૈશ્વિક સ્તર પર જાતિવાદ, કોમવાદ, ધાર્મિક અસહિષ્ણુતા જેવા અનેક સંઘર્ષો દ્રષ્ટિગોચર થાય છે. કોમવાદના ઝેરી જંતુ રાષ્ટ્રની ભવ્ય ઈમારતને પાયામાંથી ખોતરી રહ્યા છે. ભાષા કે ધર્મ આપણને જન્મ સાથે જ પ્રકૃતિ તરફ઼થી મળ્યા છે પણ એનાથી આગળ વધીને વિચારવું એ માનવીય લક્ષણ છે. આ નવલકથામાં આ માનવીય લક્ષણની રસપ્રદ કથા આલેખાઈ છે.અનુવાદક - વિનિતા ધર્મ

પ્રકાશક - ડાયમંડ પબ્લિકેશન્સ, પુણે