મહાભારત

વૈશ્વિક સ્તરે સાહિત્યક્ષેત્રમાં જે મહાકાવ્ય કાલજયી રહ્યું છે એ મહર્ષિ  વેદવ્યાસ રચિત ગ્રંથ મહાભારત ગુજરાતી ભાષામાં પ્રતિષ્ઠાન દ્રારા અનૂદિત થઈ ચૂક્યો છે. મહાભારતની સંખ્યાબંધ આવૃત્તિઓ વહેવારમાં છે એ તમામનો અર્ધ શતક જેટલો સમય અભ્યાસ, અધ્યયન, સંશોધન કરીને પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ ઈન્સ્ટીટ્યુટ દ્રારા જે અધિકૃત વાચના પુરસ્કૃત થઇ છે એના તમામ શ્લોકો સાથેના મૂળ પાઠનો ગુજરાતી અનુવાદ પ્રતિષ્ઠાને તૈયાર ર્ક્યો છે. આ અનુવાદ ગ્રંથના સંપાદક છે શ્રી દિનકર જોષી અને એના અનુવાદકો છે. 1) શ્રી વસંત પરીખ, 2) ડૉ. તપસ્વી નાન્દી, 3) શ્રી મનસુખલાલ સાવલિયા, 4) ડૉ. જે. કે. ભટ્ટ, 5) ડૉ. શાંતિકુમાર પંડ્યા 6) શ્રી આર. ડી. શુક્લ.   આ મહાભારત ગ્રંથ-સંપુટ 20 ગ્રંથો અને 14000 પૃષ્ઠોમાં વિસ્તરેલો છે. એના પ્રકાશક છે - શ્રી પ્રવીણ પુસ્તક ભંડાર, લાભ ચેંબર્સ, ઢેબર રોડ, રાજકોટ. ફોન નં. -0281-2232460, 2234602.

તા. 1/03/2009ના લોકાર્પણ સમારંભમાં આ ગ્રંથ સંપુટના પાંચ ગ્રંથો પ્રગટ થયા છે.

બાકીના ૧૫ ગ્રંથો માર્ચ ૨૦૧૦ માં પ્રસિદ્ધ થઈ ચુક્યા છે.