પ્રકાશન વર્ષ - ૨૦૦૫

Flowers of Dawn

શ્રી વજુ કોટક

‘ચિત્રલેખા' સાપ્તાહિકના ઉઘડતા પાને વર્ષો સુધી ‘પ્રભાતના પુષ્પો’ એ શીર્ષક હેઠળ એક ચિંતનાત્મક કટાર એના તંત્રી શ્રી વજુ કોટક લખતા રહ્યા હતા. આ કટારના લખાણો લાખો વાચકોમાં ભારે લોકપ્રિય થયાં હતાં. આ લખાણો ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયાં છે. નવી પેઢીના-ખાસ કરીને વિદેશ સ્થિત ગુજરાતીઓના સંતાનો ગુજરાતી ભાષાના આ ગ્રંથથી પરિચિત થાય એવા ઉદ્દેશથી એની અંગ્રેજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે. એમાં ગીતા, વેદ અને ઉપનિષદોની વાણીને અત્યંત સરળ સ્વરૂપે કહેવાઈ છે.

પ્રકાશક - સ્ટાર પબ્લિકેશન્ પ્રા. લિ., નવી દિલ્હી

પ્રકાશન વર્ષ - ૨૦૦૮

Enjoygraphy

રતિલાલ બોરિસાગર

જીવનમાં ડગલે ને પગલે વિષમતાનો અનુભવ તો થતો જ રહેવાનો. આ વિષમતા ક્યારેક વિકટ બની જતી હોય છે. આ વિકટતાને પણ હળવાશથી લઈને એની ધારને શી રીતે બુઠ્ઠી કરી શકાય એનો પ્રત્યક્ષ અનુભવ લેખકે લીધો અને પછી આપણને એ અત્યંત લઘુ સ્વરૂપે અહીં કહ્યો છે. સામાન્ય રીતે બાયપાસ સર્જરીની પૂર્વભૂમિકા જેવી Enjyography જ્યારે કરવી પડે ત્યારે માણસના હોશકોશ ઊડી જાય પણ લેખકે અહીં આ Enjyographyને શી રીતે Enjoyography બનાવી દીધી એની હળવીફૂલ જેવી કથા અહીં આલેખાઈ છે.

અનુવાદક – ડૉ. રાજેદ્રસિંહ જાડેજા

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી


Intimate Impressions

રજનીકુમાર પંડ્યા

હિંદી ફિલ્મ સૃષ્ટિની આમ તો ગઈકાલ કહી શકાય પણ પ્રત્યક્ષ અનુભવે જેઓ આજ પણ છે અને આવતીકાલ પણ રહેશે એવા કેટલાક દીર્ઘજીવી ગાયકો, કવિઓ અને સંગીતકારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને એમના જીવનની અંતરંગ અને રોમાંચક વાતો અહીં અક્ષરબધ્ધ થઈ છે. આવા કલાકારો એટલે તલત મહેમુદ, શમશાદ બેગમ, મુકેશ, મહોમ્મદ રફી, મન્ના ડે, અમીરબાઈ કર્ણાટકી, કવિ પ્રદીપ, હેમંતકુમાર વગેરે.

અનુવાદક - સરલા જગમોહન

પ્રકાશક - પ્રકાશન સંસ્થાન, નવી દિલ્હી


Quaid-e-Azam Muhammad Ali Jinnah

દિનકર જોષી

૧૯૪૭ માં દેશના વિભાજન માટે જેને આપણે સહુથી મોટા અપરાધી માનીએ છીએ એ મહમદ અલી ઝીણાના જીવન ઉપર આધારિત આ નવલકથામાં ઝીણાને એના માનવીય સ્વરૂપમાં સમજવાનો એક આયાસ અહીં ર્ક્યો છે. ઝીણા કોમવાદી હતા? ઝીણા ધર્મનિરપેક્ષ હતા? રાજકીય પંડિતો ભલે આ પ્રશ્ન ઉપર બથ્થંબથ્થાં કરે પણ વાસ્તવિકતા એ છે કે ઝીણા આવું કંઈ નહોતા. ઝીણા તો માત્ર 'હું' જ હતા. આ કરુણાંતિકાને સમજવા માટે એની પૃષ્ઠભૂમિમાં ઈ.સ.૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની કોમવાદી સમસ્યાને પણ અહીં તપાસવામાં આવી છે. આ નવલકથા મુંબઈના સાંધ્ય દૈનિક ‘મિડ ડે’ અને ગુજરાતના દૈનિક 'સંદેશ’ ની સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક થઈ હતી. આનો હિન્દી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક ‘સામના’ માં પ્રસિદ્ધ થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી તથા મરાઠીમાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે.

પ્રકાશક - પેન્ટાગોન પ્રેસ, નવી દિલ્હી

Pratinayak