પ્રકાશન વર્ષ - ૨૦૦૮

મહાત્મુનિ કી ગાંધી કી મધ્ય

દિનકર જોષી

ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી, અંગ્રેજી તથા જર્મન ભાષામાં જે નવલકથા આ પૂર્વે પ્રકાશિત થઈ ચૂકી છે એ નવલકથા ‘પ્રકાશનો પડછાયો’નું આ તેલુગુ સંસ્કરણ છે. આ નવલકથાએ ગુજરાતી ભાષામાં જીવન કથનાત્મક વિશિષ્ટ વિભાગનું મંડાણ ર્ક્યુ હતું એમ કહી શકાય. ગાંધીજી અને એમના પુત્ર હરિલાલ વચ્ચેના પારિવારિક જીવનની આ કરુણાંતિકાનું અનેક ભાષાઓમાં નાટ્યરૂપે પણ મંચસ્થ થયું છે. આ કથાનક ઉપરથી હિન્દી/અંગ્રેજી ભાષામાં બોલીવુડમાં ફિલ્મનું પણ નિર્માણ થયું છે.

અનુવાદક - કૂચી કામેશ્વરી

પ્રકાશક - એમેસ્કો બુક્સ, વિજયવાડા


અમૃતયાત્રા

દિનકર જોષી

મહાભારતના આચાર્ય દ્રોણના પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથા કુરુકૂળના અનેક રહસ્યોને માનસિક સ્તરેથી સમજવાનો પ્રયત્ન કરે છે. દ્યુતસભામાં દ્રૌપદી વસ્ત્રાહરણ થયું ત્યારે ભીષ્મ તથા દ્રોણ જેવા કુરુ વૃધ્ધો કેમ મૌન રહ્યા એની મનોવૈજ્ઞાનિક વિચારણા આ નવલકથામાં કરવામાં આવી છે. આ રચના આ અગાઉ હિંદી તથા મરાઠીમાં પણ પ્રગટ થઈ ચૂકી છે.

અનુવાદક - આરવીટી વિજયલક્ષ્મી 

પ્રકાશક - એમેસ્કો બુક્સ, વિજયવાડા